It is afternoon now.
Let’s go to the tailor’s; to get measured.
Measurements of neck chest hands and arms
Measurements of the palm and the heart
We shall give measurements of the entrails
And the kidney and the liver,
Give measurements of hormones and affections
Let us give measurements of life,
Of this that and several things.
Give only the measurements.
We shall think of the stitching later on.
For the time being let’s just give the measurements
We can only give measurements.
We can only take reckonings
We shall record that suicides have
Swelled considerably.
We shall give count of the number
Of letters in a speech.
Give count of the Christians in Arabia.
Just give measurements.
We shall think of the stitching later on.
Merely think.
Someone after us will measure anew
Saying that our measurements have gone awry.
Fresh new measurements they’ll take.
Just take measurements.
When will someone stitch the garment to fit man?
માપ
નવકાંત બરુઆ
બપોર થઈ છે
તો ચાલો દરજીને ત્યાં જઈને માપ લેવડાવીએ
માપ લેવડાવીએ ગળાનાં, છાતીનાં, હાથ અને બાવડાનાં
માપ હથેળીનાં અને હૈયાનાં
માપ આપીશું આપણે આંતરડાંનાં
ગુરદાનાં અને પિત્તાશયનાં
આપણા હોર્મોનનાં માપ દઈએ અને માપ દઈએ અનુરાગનાં
ચલો જિંદગીનાં માપ આપીએ
ફલાણાનાં અને ઢીકણાનાં માપ આપીએ
ફક્ત માપ જ આપીએ
કપડાં સિવડાવવાનું તો આપણે છે....ક પછીથી વિચારીશું
અત્યારે ફકત માપ આપીએ.
આપણે ફક્ત ગણતરી જ માંડી શકીએ
આપણે નોંધીએ કે
આપઘાતો વધી પડ્યા છે ઠીકોઠીક
આપણે અક્ષરોની ગણતરી કરી બતાવશું ભાષણોમાંથી
કે અરબસ્તાનમાં વસતા ખ્રિસ્તીઓની વસ્તીનો આંક આપીએ.
ફકત માપ જ આપીએ.
કપડાં સિવડાવવાનું તો આપણે પછીથી વિચારશું.
તે પણ કેવળ વિચારશું જ.
આપણાં પછી
કોઈનાં નવાં માપ આવશે
કહેશે કે આપણાં માપ ખોટાં લેવાયાં હતાં
નવા નક્કોર માપ લેશે તેઓ. ફકત માપ જ લેશે.
તો, કોઈ ક્યારે સીવશે
માણસને બંધબેસતું કપડું ભલા?
અનુ. યોગેશ વૈદ્ય
Translated by Pradip Acharya