When I saw my old dear love, unexpectedly,
Heart didn’t flame up
my cheeks and eyes didn’t light up.
No one was around
and yet, we didn’t caress, embrace,
or say sweet little words.
We sat by the fire,
like brooding birds,
covering our minds and bodies
with our own shadows.
The breeze coming from beyond her
didn’t touch me or tell me of her heart beats.
The rusted stars, the worn out moon
and the tired sun passed through her eyes.
But, they didn’t last
or even I didn’t take any shape.
As she wandered in the ruins of memory
I was not with her.
The names secured to her lips were erased.
Mine, too.
Like the one trying to find
The meaning of a word in a dictionary
I sat there, eyes wide open.
She too.
Man has no freedom at all.
Showed her our old photograph,
asked her if she recognized herself there.
Oh, the burnt out excitement.
Oh, the adventure lost.
“Don’t you think, my friend,”
she asked, “we reside now in different states?”
Yes, perhaps,
She could have turned a nymph easily
If I had changed her costume in the photograph!
Then, both would have felt the urgency,
would have flamed,
unable to keep quiet,
as if to solve a riddle,
as if to capture the sun,
would have jumped, or made to jump.
When the body was fire
there was no fear of the shadow.
Now, the cold shadow of the body
dances to the frenzy of fire.
How did the nymph of the old
become a lifeless limb now?
Oh, how am I ?
“Tell me, my girl,” I said,
“Tell me when did the fire within go out?
And how?”
“Yes, my dear,” she said,
“We have no freedom at all”.
Translated from Kannad by O. L Nagabhushana Swamy
---- આપણે જરા જેટલા ય મુક્ત નથી ----
મારી એક જમાનાની પ્રિયતમા સાથે
જ્યારે મારો ભેટો થઇ ગયો અચાનક જ ,
ત્યારે હૃદયમાં નહોતી ઊઠી ઝાળ ઉન્માદની,
નહોતો ફેલાઈ ગયો ઉજાસ,
મારી આંખો અને ગાલો પર .
કોઈ નહોતું આજુબાજુ
તોય અમે ન તો કર્યાં ચુમ્બન કે આલિંગન,
કે ન'તાં ઉચ્ચાર્યાં બે'ક મિથ્યા બોલ.
અમારા મન અને કાયાને
અમારા પોતાના જ પડછાયાથી ઢાંકીને
અગ્નિની નજીક અમે બેઠાં'તાં
બે વ્યગ્ર પક્ષીઓની માફક .
એની પાછળથી આવતી વાયુ લહરીઓ
ન તો મને સ્પર્શતી હતી કે
ન તો કશું કહેતી હતી ,એની હૃદયધડકનો વિષે .
કટાયેલા તારકો ,ઘસાઈ ગયેલા ચંદ્ર
ને થકિત સૂર્ય એની આંખોમાંથી પસાર થઇ ગયા
પણ, એ તાકી શક્યા નહીં કે
ન તો હું ય ધારી શક્યો આકાર .
સ્મૃતિના ભગ્ન અવશેષોમાં
એ ભટકતી હતી.
ત્યારે હું સાનિધ્યમાં ન હતો .
એનાં હોઠ પર સચવાઈ રહેલાં નામો
ભુંસાઈ ગયા હતાં.
મારું પણ.
શબ્દકોષમાંથી કોઈ અર્થ ખોળવાનો
પ્રયાસ કરતું હોય કોઈ
એમ હું ત્યાં બેઠો,વિસ્ફારિત નેત્રે,
એ પણ.
માણસ જરા જેટલો પણ મુક્ત નથી.
મેં એને દેખાડી અમારી પુરાણી તસ્વીરો
ને એને પૂછ્યું,"તને તારી ઓળખાણ પડે છે કે?"
ઓહ,એ ખાક થઇ ગયેલી ઉત્તેજના.
ઓહ, એ લુપ્ત થઇ ચૂકેલી સાહજિકતા.
"તને એવું નથી લાગતું ઓ મિત્ર",
એણે પૂછ્યું."કે હવે આપણે વસીએ છીએ
સાવ જુદા ઇલાકાઓમાં ?"
હા ,.કદાચ ,
તસવીરની વેશભૂષામાં
જો મેં જરા જેટલું જ પરિવર્તન કર્યું હોત.
તો બંનેને સમજાઈ જાત તાકીદ,
પ્રજ્જવલિત થઇ ઊઠ્યાં હોત બંને
ચૂપ રહેવાને અસમર્થ
પ્રહેલિકા ઉકલવાની હોય એમ
સૂર્યને પકડવાનો હોય એમ
કૂદી પડત કે કુદાડી મૂકત.
કાયા જ્યારે અગ્નિરૂપ હતી
ત્યારે પડછાયાનો લેશ પણ ભય નહોતો .
હવે,કાયાનો ઠંડોગાર પડછાયો નાચી રહ્યો છે
અગ્નિના ઉન્માદ મુજબ.
એક જમાનાની જળપરી
હવે શી રીતે બની ગઈ
માત્ર પ્રાણહીન ગાત્ર?
ઓહ,કેવી દશા થઇ ગઈ છે મારી?
"મને એ તો કહે ,ઓ છોકરી",મેં પૂછ્યું
"મને એ તો કહે ક્યારે લુપ્ત થઇ ગયો
આપણી ભીતરનો એ અગ્નિ?
ને શી રીતે?"
"હા,પ્રિય ,"એણે કહ્યું
"આપણે જરા જેટલા ય મુક્ત નથી "
Translated by Harish MeenashruTwo TreesRocks of HampiThe dark roadMirror, oh, MirrorYour Eyes