A spider has come to stay
In the core of my heart,
A dark corner,
Where light cannot penetrate.
It starts weaving cobwebs
Stretching from one corner to another
Tickling my heart
With every single movement
Of its hairy legs.
And I a sympathetic man
Never drive it away.
Such a tiny creature,
What harm can it cause?
Biting my lips
Contorting my face
I bear the irritation.
It has trapped my vulnerable heart
In its silken webs in no time.
Every morning I wake up in agony.
I shudder at the very thought,
When will the spider nestling deep inside my heart
Suck my life leaving only the skeleton behind?
I curse the day
I played host to the spider
And gave it shelter.
My days have gone longer,
My agonies have gone stronger.
My nights have become an endless nightmare.
Every night I toss and turn on my bed,
Every day I cry in anguish.
Love, affection, sympathy, pain or hatred
My heart enveloped in a cocoon can’t feel.
And I have stopped smiling completely, now.
એક કરોળિયો વસવાટ કરવા આવ્યો છે
એક કરોળિયો વસવાટ કરવા આવ્યો છે
મારા હૃદયના ગર્ભમાં,
એક અંધારા ખૂણામાં,
જ્યાં પ્રકાશ પહોંચી શકે એમ નથી.
એક ખૂણાથી બીજા ખૂણા સુધી તાણીને
એ જાળું ગૂંથવા લાગ્યો છે,
એના રુંવાટીદાર પગોની પ્રત્યેક હિલચાલથી
મારા હૃદયમાં ગલીપચી કરતો.
અને સહાનુભૂતિવાળો માણસ હું
એને હાંકી કાઢતો નથી.
આવડું નાનું જીવડું,
એ શું હાનિ કરવાનું?
હોઠ કરડતો
ચહેરો મરડતો
હું બળતરા વેઠી લઉં છું.
એણે મારા સહેલાઈથી ઘવાતા હૃદયને
પળવારમાં એની રેશમી જાળમાં ફસાવી લીધું છે.
રોજ સવારે હું વેદનામાં ઊઠું છું.
મને તો એ વિચાર આવતાં જ ધ્રુજારી થાય છે
કે મારા હૃદયના ગર્ભમાં ઘર કરી ગયેલો આ કરોળિયો
ક્યારે મારું જીવન શોષી લેશે અને ક્યારે રહી જશે માત્ર હાડપિંજર?
તે દિવસને સંભારીને હું ગાળ દઉં છું
જ્યારે મેં યજમાન થઈને
એને આશરો આપ્યો હતો.
મારા દિવસો લાંબા થઈ ગયા છે,
મારાં કષ્ટો તાતાં થઈ ગયાં છે.
મારી રાત્રિઓ અંતહીન દુ:સ્વપ્ન બની ગઈ છે.
રોજ રાતે હું પથારીમાં આમથી તેમ પડખાં ફેરવતો રહું છું,
રોજ દિવસે હું વેદનામાં ચીસતો રહું છું.
પ્રેમ, મમતા, સહાનુભૂતિ, દર્દ કે ધિક્કાર
મારા કોશેટામાં વીંટાયેલા હૃદયને કંઈ સ્પર્શી શકતું નથી.
અને હવે હસવાનું પણ મેં સાવ બંધ કરી દીધું છે.
તયેન્જમ બિજોયકુમાર સિંહ
અનુ. વિરાફ કાપડિયા
(કવિના અંગ્રેજી અનુવાદના આધારે)
From Nisyandan : an E-Magazine