Drank sharbat of Ramjan at Jafar'` home
Ate Shahi Biryani at his marriage.
His mother is just like my mother-
of splintered face
while working hard for the home.
The walls of his home
are just like the walls of my home-
of the detached crust.
His father regrets just like my father
while talking about the days of Partition.
The salt dried in his home
is just like the salt in the box at my home.
The water in his curry
has also streamed out of the same land:
the sunlight on my holy basil plant,
the sun set in the rustling of the neem tree\in the precincts of his mosque.
He has visited Tirupati once or twice
And has also visited Dehu.
I have also offered date fruits and the chadar
along with my wife at the Pir'` Dargah.
We consider Ghalib and Tukaram
as our contemporaries.
We always related ourselves.
with the world of stories
of Manto and Bhau Padhye
as if it was our life.
Even under the influence of alcohol,
never used a filthy word,
never abused each other'` communities.
For many days
the news of his mother diagnosed with cancer
troubled me like an ulcer in the intestines.
We were not the rumours
we were not the lables of the cults
we were the living struggle to meet the ends.
we were the commotion for the whole day
for peaceful sleep at lease once.
Don't know
but recently
someone is distributing the leaftlet
of difference between Jafar and me
in our lanes and mohallas
(Translated from Marathi by Dilip Chavan)
જફર અને હું
વર્જેશ સોલંકી
જફરને ઘરે મેં રમજાનનું શરબત પીધું હતું
એના નિકાહમાં શાહી બિરયાની
એની મા મારી મા જેવી
ઘર માટે ખપી જતાં
ઊતરડાઈ ગયેલ ચહેરાની ખાલવાળી
એના ઘરની ભીંતો મારા ઘરની ભીંતો જેવી જ
જેનાય ઠેર ઠેર ઊખડી ગયા છે પોપડા
એના બાપા મારા બાપાની જેમ જ વલોવાય છે
ભાગલાના દિવસોની વાત ઉખેડતાં
એના શાકનું મીઠું
મારા ઘરના ડબ્બાના મીઠા જેવું જ
એની દાળનું પાણી એક જ જમીનમાંથી આવેલું
મારી તુલસીના પાંદડાં પર પડતો સૂર્યપ્રકાશ
એની મસ્જિદના ફળીયામાં ઝૂલતા
લીમડામાંથી ચળાઈને આવતો
તેય એક-બે વાર તિરુપતિ અને દેહુ જઈ આવેલો
હુંય કેટલી બધી વાર પત્ની સાથે
પીરની દરગાહે ખજૂર અને ચાદર ચઢાવીને આવેલો
અને અને મને
સમકાલીન લાગતા ગાલિબ અને તુકારામ
અમારી દુનિયાના જ ભાસતા
મંટો અને ભાઉ ઉપાધ્યેની કથાનાં વિશ્વ માટે
અમે દારૂના નશામાંય એલફેલ બોલ્યા નહોતા
કે એકમેકની કોમ માટે ક્યારેય અપશબ્દ
કેટલા બધા દિવસો સુધી
મને આંતરડાના અલ્સરની જેમ પીડતી રહી
એની માને કૅન્સર થયાની માહિતી
અમે અફવા નહોતા
અમે સંપ્રદાયોનાં લેબલ નહોતા
અમે તો હતા બે ટંક દાળભાતનો મેળ પાડવા
કરાતી ટાંટિયાતોડ
એક વખતની નિરાંતની ઊંઘ મેળવવા માટેના
દિવસભરના ઉધામા
કોઈ જાણે કેમ પણ થોડા દિવસોથી
કોઈ વહેંચે છે અમારાં ગલીમહોલ્લામાં
જફર અને મારા જુદાપણાની પત્રિકાઓ
जफरच्या घरी
रमझानचं सरबत प्यालो
व त्याच्या निकाहला बिरयानी
त्याची आई माझ्याच आईसारखी
घरासाठी खपताना चेह-यावरचे छिलके निघालेली
त्याच्या घराच्या भिंती
माझ्याच घराच्या भिंताडासारख्या कुठे कुठे पोपडे निघालेल्या
त्याचे बाबा सांगताना अजून हळहळतात
फाळणीच्या दिवसाबद्दल बोलताना
त्याच्या भाजीतलं मीठ
माझ्याच घरातल्या डब्यातल्या मीठासारखं
त्याच्या आमटीतलं पाणी
एकाच जमिनीतून वर आलेलं
माझ्या तुळशीचे पडलेला सूर्यप्रकाश
त्याच्या मशिदीतल्या नीमच्या सळसळीतून मावळलेला
तोही कितीदा देहूव तिरुपतीला जाऊन आलेला
व मीही कितीतरी वेळा बायकोबरोबर
खजूर व चादर ओढून ओढून आलेलो पीराच्या दर्ग्याचे
त्याला मला समकालीन वाटत आलेला
गालीब व तुकाराम
आपल्याच जगण्यातलं वाटत राहिलेलं
मंटो व भाऊ पाध्येंच्या कथेतलं विश्व
दारूच्या नशेतही वंटास बोललो नाही कधी
एकमेकांच्या धर्माबद्दल अपशब्द
कितीतरी दिवस आतड्यातल्या अल्सरसारखी
छळत राहिलेली मला त्याच्या आईला कॅन्सर झाल्याची बातमी.
आम्ही अफवा नव्हतो
संप्रदायाची लेबलं नव्हतो
होतो फक्त दालचावलची सोय लावण्यासाठी
चालवलेली तंगडतोड
व एक वेळची झोप मिळविण्यासाठी
चालवलेला दिवसभरातला आकांत
काय माहीत मात्र
काही दिवसांपासून गल्ली मोहल्ल्यातून फिरवतय कोणी
जफर व माझ्यातली वेगळेपणाची पत्रकं
Translated by Kamal Vora from Marathi to GujaratiIf I Were born in Chechnya