Which Indian Language Poetry will you like to read ?

World Poetry

Ithaka

C P Cavafy

As you set out for Ithaka
hope your road is a long one,
full of adventure, full of discovery.
Laistrygonians, Cyclops,
angry Poseidon—don’t be afraid of them:
you’ll never find things like that on your way
as long as you keep your thoughts raised high,
as long as a rare excitement
stirs your spirit and your body.
Laistrygonians, Cyclops,
wild Poseidon—you won’t encounter them
unless you bring them along inside your soul,
unless your soul sets them up in front of you.

Hope your road is a long one.
May there be many summer mornings when,
with what pleasure, what joy,
you enter harbors you’re seeing for the first time;
may you stop at Phoenician trading stations
to buy fine things,
mother of pearl and coral, amber and ebony,
sensual perfume of every kind—
as many sensual perfumes as you can;
and may you visit many Egyptian cities
to learn and go on learning from their scholars.

Keep Ithaka always in your mind.
Arriving there is what you’re destined for.
But don’t hurry the journey at all.
Better if it lasts for years,
so you’re old by the time you reach the island,
wealthy with all you’ve gained on the way,
not expecting Ithaka to make you rich.

Ithaka gave you the marvelous journey.
Without her you wouldn’t have set out.
She has nothing left to give you now.

And if you find her poor, Ithaka won’t have fooled you.
Wise as you will have become, so full of experience,
you’ll have understood by then what these Ithakas mean.


ઇથાકા

તમે ઇથાકા તરફ પ્રયાણ કરો
ત્યારે પ્રાર્થના કરજો
કે પ્રવાસ સુદીર્ઘ હોય
શોધ અને સાહસોથી સમૃદ્ધ
ન ડરજો દૈત્યોથી, રાક્ષસોથી કે સમુદ્રદેવના કોપથી
જો તમારા વિચાર ઉદાત્ત હોય
ઉરમાં ઉત્તેજના હોય
તો કાંઈ અડચણ નહિ આવે
માર્ગમાં નહિ મળે દૈત્યો, રાક્ષસો કે વિકરાળ સમુદ્રદેવ
સિવાય કે તમે એમને સાથે લઈને નીકળ્યા હો
તમારા મનમાં
પ્રાર્થના કરો કે પ્રવાસ સુદીર્ઘ હોય
વસંતનું વહાણું વાયું હોય
આનંદે ભર્યા ભર્યા તમે સરતા આવો સરસરાટ
અજાણ્યા બંદરબારે
કાફલો લાંગર્યો હોય ફિનિસિયનોના બજારમાં
તમે ખરીદતા હો પરવાળાં, અબનૂસ, સાચાં મોતી
કિસમ કિસમનાં અત્તર
પછી હંકારો મિસરના નગર ભણી
વિદ્વાનો પાસે બે વાત શીખવા
તમારું લક્ષ્ય છે ઇથાકા
પરંતુ ઉતાવળ કશી યે નથી
ભલે ઇથાકા સુધી પહોંચતામાં તમે થાઓ વૃદ્ધ
પ્રવાસની પ્રાપ્તિઓથી સમૃદ્ધ
તમારે કશી સંપત્તિ નથી જોઇતી ઇથાકા પાસેથી
એણે તમને અદ્ભુત પ્રવાસ આપ્યો-
શું એ પૂરતું નથી?
ઇથાકા ન હોત તો તમે સમંદરમાં ઝુકાવ્યું જ ન હોત.

(અંગ્રેજીમાંથી ટૂંકાવીને અનુ. ઉદયન)

Translated by Udayan Thakker from English
The Horses of Achilles

The Horses of Achilles

C P Cavafy

When they saw him laid low, Patroklos,
who was so young for one so famed for valiant deeds,
they began to cry, Achilles’ steeds,
with their immortal nature contradicting
the specter of Death that they were witnessing.
With raging heads shaking and shining manes streaming
and hooves pounding loudly, they were grieving
Patroklos who lay there silently – annihilated –
a flesh forsaken – a spirit desolated –
sucked dry and stripped naked by the hand of strife –
translated to the silent Void from vivacious life.

Zeus of the Eternals saw the tears
of the horses and sadly said, “At Peleus’ wedding
I should not foolishly have done this thing.” He, regretting,
added, “It was better had we not given him my steeds.
Unhappy horses! Why are you trapped there in the hapless deeds
of wretched folk on fields where games of fate are played.
You whom neither death nor old age plagues
are tyrannized by temporary pains. To transient strife and stress
your people have you chained.” But hot tears nevertheless
for the permanently dead
the two noble animals achingly shed.

(Translated from Greek)

અકિલિસના અશ્વો

પેટ્રોક્લિસને નિષ્પ્રાણ નિહાળી
- કેવો યુવાન હતો એ! બળકટ ને બહાદુર! -
અકિલિસના અશ્વોએ અશ્રુ સાર્યા
તેમનું અમરત્વ ઘા ખાઈ ગયું
ભાળીને મૃત્યુની મહાનતા
ઉલાળ્યાં મસ્તક તેમણે, કંપાવી કેશવાળી
પછાડી ખરીઓ પૃથ્વી પર
સંતાપ કર્યો પેટ્રોક્લિસનો
સુપ્ત, લુપ્ત, અરક્ષિત, સુધબુધ વિનાનો સાવ, શૂન્ય
લોચો હાડચામનો હવે, હડસેલાયેલો જીવનથી

અમર અશ્વોને આંસુ સારતા જોઈ
ઝ્યુસ દુખાયા
"મારી જ તો ભૂલ. રે તુરગો!
શું કામ આપ્યા તમને ઉપહારમાં
પેલિઅસના લગ્ન પ્રસંગે?
ક્યાં તમે - ન જરા, ન મૃત્યુ
અને ક્યાં દુઃખિયારી માનવજાત
નિયતિ નચાવે જેમ નાચે તે
અરેરે અટવાઈ પડ્યા તમે પારકી પીડામાં"
પરંતુ ઉદાત્ત અશ્વો તો આંસુ સારતા રહ્યા, નિહાળી
મૃત્યુની શાશ્વત શોકાંતિકા

(ગ્રીકના અંગ્રેજી અનુ. પરથી અનુવાદ: ઉદયન)

Translated by Udayan Thakker from English
Ithaka

Disclaimer