Which Indian Language Poetry will you like to read ?

Indian Poetry

Two Trees

Chandrasekhara Kambara

A tree by the side of a lake,
And another within.

Above – the real tree
And below – the tree reflected.

One shivers when the waves appear
And the other smiles.

But remember, the tops are two
And yet the root is one for these trees.

As you climb up the one
You climb down the other.
Your head will be held high as you climb
And turned down as you climb down the other.
The blue field above
Its reflection below
And one silence in both of them.

Think that you will become thin air
As you climb up.
But remember,
You are destined to come down.
Going up is your decision.
Coming down is something beyond you.

Those who climb up
Will reach the heaven –
It is said.
We are not sure.
But those who drown
Will reach down,
It is certain.

The point of merging of the real tree
And the tree reflected has vanished.
And that is the tragic flow of this story.

That’s why, I’ll tell you,
My friend, even if you climb up
You can’t help hanging your head downwards.
Jump, reach the bottom,
And search the vanished land –
Search and live.

Translated from Kannad by O L Nagabhushana Swamy


બે વૃક્ષો
ચંદ્રશેખર કમ્બાર

અનુવાદકઃ હરીશ મીનાશ્રુ

સરોવરની પડખે એક વૃક્ષ
ને બીજું ભીતર.

ઉપર – સાચકલું વૃક્ષ
ને નીચે – બિંબાયમાન.

એક થરથર થરકે તરંગો થકી
જ્યારે બીજું મરકે.

પણ રખે વિસરતા, ટોચ છે બબ્બે
છતાં મૂળ તો એક જ આ વૃક્ષોનાં.

જેવાં તમે ચઢો છો એક પર
ઊતરી પડો છો બીજા પરથી.
તમારું મસ્તક રહેશે ઉન્નત, ચઢતી વેળા
થઈ જશે અવળું, ઊતરતી વેળા બીજા પરથી.
ઉપર નીલું અંબર
નીચે એની છાયા
ને એક નિઃશબ્દતા એ બન્નેમાં.

વિચારો કે જેવા તમે ઉપર ચઢશો,
બની જશો પવન પાતળા.
પણ રખે ભૂલતા,
નીચે ઊતરવું એ છે તમારી નિયતિ.
ઊપર ચઢવું એ તમારો નિર્ણય છે,
નીચે ઊતરવું એ તમારા હાથની વાત નથી.

જે ચઢી રહ્યા છે
પહોંચશે સ્વર્ગે, -
એવું કહેવાય છે.
આપણને ખાત્રી નથી.
પણ જે બૂડી મરશે તે પહોંચી જશે તળિયે,
એટલું નિશ્ચિત છે.

સાચકલું વૃક્ષ અને બિંબાયમાન વૃક્ષ
જ્યાં એકાકાર થાય તે બિંદુ અલોપ થઈ ગયું છે
ને એ જ તો છે કથાની દોષમય કરુણિકા.

એટલે સ્તો, હું તમને કહું છું,
મારા મિત્ર, ભલે ને તમે ઉપર ચઢી જાવ,
છૂટકો જ નથી ઊંધે મસ્તક લટક્યા વિના.
કૂદકો મારો, પહોંચી જાવ ઠેઠ તળિયે,
ને શોધી કાઢો એ લુપ્ત ભૂમિને –
શોધો અને જીવો.

Translated by Harish Meenashru


チャンドラセハラ カンバラ(インド)
二本の樹
    
湖のそばの樹
そしてその中に樹
上のは―本物の樹
下のは―映りし樹
波に震えると
片方が微笑む
が 忘るな 天辺は二つ
で これら 根は一つ
きみが一方に上れば
きみは片方を下りる
きみの頭は高くなり
で 片方を下りる
青い空が上にあり
それは下方に映る
双方に一つの静寂が
空気が薄くなると思え
上りゆくと
が 思い出せ
きみは下りていく途中
上るのはきみの決断
下りるのは何か及ばぬもの
上るものは
天を見る―ー
そう言われたもの
ぼくらはそうじゃない
下りるものは
到るのだ
確かに
本物の樹の点
で その樹の投影が消える
で それがこの話の悲劇の流れ
なぜなら、言ってあげよう
友よ、たとえきみが上っても
きみは首を下方へ吊らずにはいられない
跳べ、底につけ
で 消えた国を探せ―
探して生きろ

Translated by Mariko Sumikura into Japanese from English
WE HAVE NO FREEDOM
Rocks of Hampi
The dark road
Mirror, oh, Mirror
Your Eyes

WE HAVE NO FREEDOM

Chandrasekhara Kambara

When I saw my old dear love, unexpectedly,
Heart didn’t flame up
my cheeks and eyes didn’t light up.
No one was around
and yet, we didn’t caress, embrace,
or say sweet little words.
We sat by the fire,
like brooding birds,
covering our minds and bodies
with our own shadows.
The breeze coming from beyond her
didn’t touch me or tell me of her heart beats.

The rusted stars, the worn out moon
and the tired sun passed through her eyes.
But, they didn’t last
or even I didn’t take any shape.

As she wandered in the ruins of memory
I was not with her.
The names secured to her lips were erased.
Mine, too.

Like the one trying to find
The meaning of a word in a dictionary
I sat there, eyes wide open.
She too.

Man has no freedom at all.
Showed her our old photograph,
asked her if she recognized herself there.
Oh, the burnt out excitement.
Oh, the adventure lost.
“Don’t you think, my friend,”
she asked, “we reside now in different states?”

Yes, perhaps,
She could have turned a nymph easily
If I had changed her costume in the photograph!
Then, both would have felt the urgency,
would have flamed,
unable to keep quiet,
as if to solve a riddle,
as if to capture the sun,
would have jumped, or made to jump.
When the body was fire
there was no fear of the shadow.
Now, the cold shadow of the body
dances to the frenzy of fire.

How did the nymph of the old
become a lifeless limb now?
Oh, how am I ?

“Tell me, my girl,” I said,
“Tell me when did the fire within go out?
And how?”

“Yes, my dear,” she said,
“We have no freedom at all”.

Translated from Kannad by O. L Nagabhushana Swamy

---- આપણે જરા જેટલા ય મુક્ત નથી ----

મારી એક જમાનાની પ્રિયતમા સાથે
જ્યારે મારો ભેટો થઇ ગયો અચાનક જ ,
ત્યારે હૃદયમાં નહોતી ઊઠી ઝાળ ઉન્માદની,
નહોતો ફેલાઈ ગયો ઉજાસ,
મારી આંખો અને ગાલો પર .

કોઈ નહોતું આજુબાજુ
તોય અમે ન તો કર્યાં ચુમ્બન કે આલિંગન,
કે ન'તાં ઉચ્ચાર્યાં બે'ક મિથ્યા બોલ.

અમારા મન અને કાયાને
અમારા પોતાના જ પડછાયાથી ઢાંકીને
અગ્નિની નજીક અમે બેઠાં'તાં
બે વ્યગ્ર પક્ષીઓની માફક .

એની પાછળથી આવતી વાયુ લહરીઓ
ન તો મને સ્પર્શતી હતી કે
ન તો કશું કહેતી હતી ,એની હૃદયધડકનો વિષે .
કટાયેલા તારકો ,ઘસાઈ ગયેલા ચંદ્ર
ને થકિત સૂર્ય એની આંખોમાંથી પસાર થઇ ગયા
પણ, એ તાકી શક્યા નહીં કે
ન તો હું ય ધારી શક્યો આકાર .
સ્મૃતિના ભગ્ન અવશેષોમાં
એ ભટકતી હતી.

ત્યારે હું સાનિધ્યમાં ન હતો .
એનાં હોઠ પર સચવાઈ રહેલાં નામો
ભુંસાઈ ગયા હતાં.
મારું પણ.
શબ્દકોષમાંથી કોઈ અર્થ ખોળવાનો
પ્રયાસ કરતું હોય કોઈ
એમ હું ત્યાં બેઠો,વિસ્ફારિત નેત્રે,
એ પણ.

માણસ જરા જેટલો પણ મુક્ત નથી.
મેં એને દેખાડી અમારી પુરાણી તસ્વીરો
ને એને પૂછ્યું,"તને તારી ઓળખાણ પડે છે કે?"
ઓહ,એ ખાક થઇ ગયેલી ઉત્તેજના.
ઓહ, એ લુપ્ત થઇ ચૂકેલી સાહજિકતા.
"તને એવું નથી લાગતું ઓ મિત્ર",
એણે પૂછ્યું."કે હવે આપણે વસીએ છીએ
સાવ જુદા ઇલાકાઓમાં ?"

હા ,.કદાચ ,
તસવીરની વેશભૂષામાં
જો મેં જરા જેટલું જ પરિવર્તન કર્યું હોત.
તો બંનેને સમજાઈ જાત તાકીદ,
પ્રજ્જવલિત થઇ ઊઠ્યાં હોત બંને
ચૂપ રહેવાને અસમર્થ
પ્રહેલિકા ઉકલવાની હોય એમ
સૂર્યને પકડવાનો હોય એમ
કૂદી પડત કે કુદાડી મૂકત.

કાયા જ્યારે અગ્નિરૂપ હતી
ત્યારે પડછાયાનો લેશ પણ ભય નહોતો .
હવે,કાયાનો ઠંડોગાર પડછાયો નાચી રહ્યો છે
અગ્નિના ઉન્માદ મુજબ.

એક જમાનાની જળપરી
હવે શી રીતે બની ગઈ
માત્ર પ્રાણહીન ગાત્ર?
ઓહ,કેવી દશા થઇ ગઈ છે મારી?
"મને એ તો કહે ,ઓ છોકરી",મેં પૂછ્યું
"મને એ તો કહે ક્યારે લુપ્ત થઇ ગયો
આપણી ભીતરનો એ અગ્નિ?
ને શી રીતે?"

"હા,પ્રિય ,"એણે કહ્યું
"આપણે જરા જેટલા ય મુક્ત નથી "

 

Translated by Harish Meenashru
Two Trees
Rocks of Hampi
The dark road
Mirror, oh, Mirror
Your Eyes

Rocks of Hampi

Chandrasekhara Kambara

These rocks of Hampi –
Forms without shape,
Not round, not oval,
Forming a pattern without a design,
Heavy if eyes are open,
Heavy on the mind if the eyes are shut,
Prance like bears in your dreams;
Echo your words
If you shout;
The greed of history,
Are these rocks.

These rocks of Hampi –
The thirst in the scorching sun,
The wordless stoned silence in the moonlight,
The dreams that knot the shattered moon in the flowing river,
The innocent words made silent
By the dark lingam of the night,
The evenings and dawns twittering in the chirping of birds,
The buffalo that can’t swim
In the deep stagnant waters,
These rocks.

The rocks of Hampi –
Away from the mercy of lord Shiva,
They are the flames of his third eye.
Cursed and craving
For the king touch of feet
They are tales waiting to bloom.
Worn out,
But not becoming a linga
Or even an anga
These rocks flower
When they see the tourists.

These rocks –
Craving to make friends with
Mothers’ smile at the baby in arms
Spread their shade and embrace them,
Or,
Ignite cold memories with chill
And burn up the warm ones with fire
And take vengeance,
These rocks.

These rocks –
Desiring to have complete freedom
Among these rocks
The horses of fantasy,
Unaided, untamed,
Look, gallop away to the horizon
At even the slightest noise.
Naked wild horse
These rocks of Hampi.

Translated by O. L. Nagabhushana Swamy from Kannad

હમ્પીના આ ખડકો

હમ્પીના આ ખડકો
રૂપવિહીન આકારો
નહીં ગોળ નહીં લંબગોળ
ભાત વગરની આકૃતિઓની રચના કરતા
ભારેખમ-જો આંખ હોય ઉઘાડી,
ભારેખમ -મન-મસ્તિષ્ક પર,જો આંખ હોય બંધ.
રીંછની પેઠે નાચતા કૂદતાં તમારા સ્વપ્નોમાં,
જો તમે બૂમ પાડો તો
પડઘો પાડતા તમારા શબ્દોનો;
ઇતિહાસની લોલુપતા,
આ ખડકો ,

હમ્પીના આ ખડકો
તરસ કાળઝાળ તડકામાં
ચાંદનીમાં અશબ્દ પાષાણભૂત મૌન,
સ્વપ્નો,જે ખંડિત ચન્દ્રની
ગાંઠ વાળી દે વહેતી સરિતામાં,
રાત્રિના પ્રગાઢ લિંગ દ્વારા
ચૂપ કરી દેવાયેલા નિર્દોષ શબ્દો,
પંખીઓના સ્વરમાં
કલબલાટ કરતી સાંજો અને સવારો,
મહિષી,જે તરી નથી શકતી
આ ઊંડા સ્થગિત જાળમાં
આ ખડકો

હમ્પીના આ ખડકો -
ભગવાન શિવની કરૂણાથી વેગળા
એ તો જ્વાળાઓ છે એના ત્રીજા લોચનની
અભિશપ્ત,એ ટળવળતા રહે છે ચરણના કૃપા સ્પર્શ સારું.
એ તો છે કથાઓ,જે કર્યા કરે છે પ્રતીક્ષા ખીલી ઊઠવાની,

સાવ ઘસાઈ ગયેલા
છતાંય એ નથી બની જતા લિંગ કે અંગ સુધ્ધાં
આ ખડકો
પ્રફુલ્લિત થઇ ઊઠે છે યાત્રિકોને જોઈને.
કેડમાં રહેલા શિશુ પ્રત્યેના માતાના હાસ્યની પેઠે
આ ખડકો-
ઝંખે છે મૈત્રી,
વિસ્તારે છે નિજની છાયા ને એમના આશ્વલેષમાં લે છે
અથવા પેટાવે છે ઠંડીગાર સ્મૃતિઓને,હિમ વડે
અને ઉષ્માભરી સ્મૃતિઓને બાળે છે અગન વડે
ને વાળે છે વેર
આ ખડકો

આ ખડકો-
પૂર્ણ મુક્તિની ઝંખનામાં
કપોલ કલ્પનાના અશ્વો
સાજ સરંજામ વિનાના,વણપલોટાયેલા,
જરાક અમથો અવાજ થતાં
આ જ ખડકોમાંથી
જુઓને, છલાંગ ભરે છે ક્ષિતિજ તરફ
નગ્ન જંગલી અશ્વો
હમ્પીના આ ખડકો

Translated by Harish Meenashru from Kannad
Two Trees
WE HAVE NO FREEDOM
The dark road
Mirror, oh, Mirror
Your Eyes

The dark road

Chandrasekhara Kambara

An old man,
Like a star that rolls down from the blue of the sky,
Climbed down from the horizon,
With steps lighter than shadows
And moving faster than madness,
He appeared before me and said,
“ Do you recognize me? “

The red of the evening was on his lips,
The kindness of a mother was in his steps,
Unending mystery was in his looks.

When I, confused, began to stammer something,
“I know the web of lies you are weaving,” he said.
The beetle juice rained out of his mouth as he laughed.
As if to speak off my rusted memory
He laughed and frolicked.
“Do you know the method, brother,”
He asked, “of using that light beyond,
Without paying excess of inteserest,
For the business here?”
He tickled and teased me.

With kindness,
Calling the confused me near him
“Carry this with you, on your way,”
He said. And
Putting the heavy globe of the moon
On my neck he disappeared.

Moment by moment, minute by minute,
As I shifted it on my shoulders,
Being unable to bear it or to put it down,
The globe of the moon
Slipped and fell into the water.

There, under the water,
How the moon is laying like a white stone!
Forget him, I can’t.
Move away from his, I can’t.
The moon – globe stands firm under the water.
He can’t swim and I can’t help.
Doesn’t the fallen moon need a sky?
A little family of stars?
Don’t I need light on my dark way?
Where did the old man go?

Translated by O. L. Nagabhushana Swamy from Kannad

અંધારિયો રસ્તો
અંતરીક્ષની નિલીમામાંથી ગબડતા તારકની જેમ
એક વૃધ્ધ માણસ
ક્ષિતિજ પરથી નીચે કૂદી પડ્યો,
પરછાંઈ કરતાં ય પોચાં પગલે.
પાગલપણાથી ય વધારે ઝડપે
એ મારી સામે દૃષ્ટિગોચર થયો ને બોલ્યો :
ઓળખે છે મને ?

એના હોઠ પર સંધ્યાની રતાશ હતી,
એનાં પગલાંનાં માની કરૂણા હતી,
ને ક્યારેય અંત ન પામનારી રહસ્યમયતા હતી એનાં દેખાવમાં
ગૂંચવાઈ જઈને મેં જેવું થોથવાવાનું શરૂ કર્યું,
'મને જાણ છે તું જુઠ્ઠાણાનું જાળું રચે છે એની ' એણે કહ્યું
એના હાસ્ય સાથે એનાં મ્હોંમાંથી પાનનો રસ દદડવા લાગ્યો
"બંધુ તું જાણે છે " એણે પૂછ્યું,
"પેલે પારના પ્રકાશનો ઉપયોગ કરવાની રીત
વધારાનું વ્યાજ ભર્યા વિના,અહીંના ધંધા માટે "
એ ગલગલિયાં કરીને મારું ટીખળ કરવા લાગ્યો.

ગૂંચવાડામાં પડી ગયેલા મને
ભલમનસાઈથી, એણે જરા નજીક બોલાવ્યો,
"આટલું તારી સાથે લેતો જા, આ રસ્તે "
એણે કહ્યું ને
મારી ગરદન પર ચન્દ્રનો વજનદાર ગોળો મૂક્તોકને
એ ઓગાળી ગયો !

હું ન તો એને વેઠી શકતો'તો કે ન તો એને ફેંકવાનો જીવ ચાલતો'તો
જેમ હું એને સરકાવતો ગયો મારા ખભા પર
પળે પળે મિનિટે મિનિટે,
છેવટે સરકીને પાણીમાં જઈને પડ્યો
એ ચંદ્રનો ગોળો.

ત્યાં પાણીમાં
આ ચંદ્ર કેવો તો પડ્યો છે શ્વેત પાષાણના ટૂકડાની જેમ !
એને ભૂલી જવું શક્ય જ નથી
એનાથી દૂર ચાલ્યા જવું,શક્ય જ નથી
પાણીની તળિયે સ્થિર પડ્યો છે ચંદ્રનો ગોળો.
એ તરી શકતો નથી ને હું કશું કરી શકું એમ નથી,
આ પડી ગયેલા ચન્દ્રને શું આકાશની જરૂર નથી ?
ને તારકોના નાનકડા પરિવારની !
આ અંધારિયા રસ્તે શું મને થોડાં પ્રકાશની જરૂર નથી ?
પેલો વૃધ્ધ માણસ ક્યાં ચાલ્યો ગયો ?

Translated by Harish Meenashru from Kannad
Two Trees
WE HAVE NO FREEDOM
Rocks of Hampi
Mirror, oh, Mirror
Your Eyes

Mirror, oh, Mirror

Chandrasekhara Kambara

Mirror, oh, mirror, you too have eyes?
Or don’t you? Have my eyes become your mirror?

Are you looking at me?
Or, am I looking at you?

Am I your image? Your reflection?
Or, are you my image? My reflection?

Without me you are not, are you?
Or without you I am not, am I?

Two can be separate,
But the root within is one.

Between the two there is the glass,
If broken, we are one, and will not be two.

It two is not, could we become one?
Or, do we become alone?

It we melt, each in the other,
Do we live? Isn’t there any glass in memory?

Tell me, the words you listened so far –
Is it a dialogue or a soliloquy?

(A song from the play Siri Sampige)

Translated from Kannad to English by O L Nagabhushana Swamy

દર્પણ, ઓ દર્પણ

દર્પણ, ઓ દર્પણ, તને લોચન છે ?
કે નથી ?શું મારાં લોચન બની ગયાં છે તારું દર્પણ ?

શું તું મને જુએ છે ?
કે હું જોઈ રહ્યો છું તને ?

શું હું તારી છબિ છું ? તારું પ્રતિબિંબ ?
કે તું મારી છબિ ? મારું પ્રતિબિંબ ?

મારા વિના તું નથી , ખરું ને ?
કે તારા વિના હું નથી ?

બન્ને હોઈ શકે અલગ
પણ ભીતરના મૂળ તો એક જ.

બન્નેની વચમાં છે એક કાચ
એ જો તૂટી જાય તો આપણે બન્ને એક,-બે રહી જ ન શકીએ.

જો ન રહે આ દ્વૈત, આપણે બની રહી શકીએ એક ?
કે આપણે બની જઈએ એકાકી ?

જો આપણે પીગળી જઈએ પરસ્પરમાં,
જીવી શકીએ ખરા ? સ્મૃતિમાં ય કોઈ કાચ રહ્યો છે ને ?

એટલું કહે,તેં જે શબ્દો સાંભળ્યા અત્યાર લગી-
તે સંવાદ છે કે સ્વગતોક્તિ ?

Translated by Harish Meenashru from Kannad
Two Trees
WE HAVE NO FREEDOM
Rocks of Hampi
The dark road
Your Eyes

Your Eyes

Chandrasekhara Kambara

My love,
You asked me
To describe your eyes.
Skinning the soothing exaggerations
I’ll tell you the truth, listen.

Two deep ponds
In the woods
Are your eyes –
So quiet, so deep
That not even
The seven-fold-rope could reach.

Lashes, tree lined paths,
The deep woods behind,
See how our worlds appear there,
Turned upside down,
Blooming creepers that enfold
And suck in and make the born unborn,
And above, look the blue lotus.
Each passing moment
The fresh exuberant beauty
Carves the rainbows
And shapes the clouds.
Overflowing joy
Turns to fright.
The other day,
When the boatman’s lad
Spread his net
What he caught
Was not the fish
But the hearts
Of those drowned.
That’s an old story.

Do you know, dear,
The sun appears in your eyes,
Commits adultery
And consuming the sun
Legends take their birth,
The umbilical creeper of creation
Suddenly blooms.
The miracles of fresh green
On the dead roots.
But, do you know, my dear,
For this the nature needs your mercy.

What is required to jolt the sun?
A tiny fish of the pond is enough.
The fish twirls effortlessly
And the sun trembles,
The support of the sky collapses.
How long could this hemisphere live?
Only so long as you do not blink.
Blink,
And the game is over.
All that appeared disappears.
When you open your eyes,
A new scene.

But, you are clever, my dear.
You know how to manage the balloon
And keep it away from eye-lash needles.

This is not a new contract,
I am not telling a lie, you know.
Our love,
A bridge between illusion and reality
Has no other documents.

Translated from Kannad to English by O L Nagabhushana Swamy

તારાં લોચન

પ્રિય,
તેં મને કહ્યું,
તારાં લોચનનું વર્ણન કરવા,
શાતાદાયક અતિશયોક્તિને જરા કૃપણ બનાવીને
હું તને સત્ય કહીશ,સાંભળ.

વનશ્રીમાં,
બે ગહન જળાશયો છે
તારાં લોચન-
એટલાં તો શાંત, એટલાં તો ઊંડાં
કે સાત સેરનાં આમળ ચઢાવેલું દોરડું પણ ત્યાં ન પહોંચી શકે
પાંપણો,વૃક્ષોની હારવાળી કેડીઓ
પાછળ ગહન વનાંચલ,
જો,ત્યાં કેવાં દેખાય છે આપણાં જગત ,
ઊંધાં વળી ગયેલાં,
પલ્લવિત વલ્લરિઓ ,-જે બીડી દે છે
ને ભીતર ચૂસી લે છે ને જન્મ પામેલાંને અજન્મા કરી મૂકે છે
ને ઊંચે,જો પેલું નીલોત્પલ
વહી જતી એક એક પલ
-અભિનવ નિરતિશય સૌન્દર્ય -
કોતરે છે મેઘ ધનુષ્યો
ને રચે છે વાદળોના રૂપાકારો
આનંદનો આ ઊભરો

ભયભીત કરી મૂકે છે .
બીજે દિવસે
મછવારાના છોકરાએ જાળ ફેલાવી
ને જે પકડાયાં હતાં
તે મત્સ્ય ન હતાં
પણ હૃદય હતાં ડૂબી મૂવેલાંઓનાં
એ પ્રાચીન કથા છે.

તને ખબર છે,પ્રિય ,
તારાં લોચનમાં દેખા દે છે સૂર્ય
કરે છે વ્યભિચાર
ને એ સૂર્યને પી જઈને
દંતકથાઓમાં ધારણ કરે છે જન્મ,
રચનાની નાભિનાળ વેલી
સહસા ખીલી ઊઠે છે
મૃત મૂળિયાં પર
તાજી લીલાશનો ચમત્કાર.
પણ તને ખબર છે ,પ્રિય,
કે આ માટે પ્રકૃતિને ખપ પડશે તારી અનુકંપાનો ,

સૂર્યને આઘાત આપવા શું જોઈએ ?
એ પુકુરની ટચૂકડી માછલી પૂરતી છે
ને ઊથલી પડે છે સૂર્ય
ધરાશાયી થઇ જાય છે આકાશનો આધાર સ્તંભ,
ક્યાં સુધી ટકી શકશે આ ગોલાર્ધ ?
જ્યાં સુધી તું પલક ન ઝપકારે ત્યાં સુધી
એક ઝપક
ને ખેલ ખતમ.
દૃશ્યમાન સઘળું અદૃશ્ય,
જયારે તું તારાં લોચન ઉઘાડે
એક અવનવીન દૃશ્ય ,

પણ તું ચકોર છે ,પ્રિય,
તને ખબર છે,શી રીતે સાચવી લેવો આ પરપોટાને
ને એને દૂર રાખવો પાંપણની સોયોથી,

આ કૈં નવું કબૂલાતનામું નથી,
હું કૈં અસત્ય બોલી રહ્યો નથી,તું જાણે છે
આપણો પ્રેમ-
આભાસ અને વાસ્તવની વચ્ચેનો સેતુબંધ -
એની કને બીજા તો કોઈ દસ્તાવેજો નથી.

Translated by Harish Meenashru from Kannad
Two Trees
WE HAVE NO FREEDOM
Rocks of Hampi
The dark road
Mirror, oh, Mirror

Disclaimer