Which Indian Language Poetry will you like to read ?

Indian Poetry

A Village Girl

Gambhini Devi Sorokkhaibam


I will not unfasten my hair
I am a village girl
Village girls do not unfasten their hair
Not a single strand of our hair
Is tossed by the wind.

I do not look
Towards the golden star
Of the dark sky.
I am a village girl.
Village girls
Do not look up towards the sky
For our sake
Not a single star would fall.

On the pasture wet with morning dew
I do not walk around
For our sake
Not one drop of dew would fall.
We are village girls.
At our feet
Not one morning flower would drop down.
That is why we
Do not laugh when we smell a blooming flower.
We are laughing heartily –
When we smell golden paddy and the soil,
Colouring our mother’s hair
With charcoal from the hearth.
We are village girls.

  ગ્રામ્ય કન્યા

હું મારો ચોટલો નહીં છોડું
હું છું એક ગ્રામ્ય કન્યા
ગ્રામ્ય કન્યાઓ પોતાનો ચોટલો ના છોડે
અમારા વાળની એક પણ લટ હવામાં ના વિખરાય.

હું અંધારા આકાશમાંના
ચમકતા તારા તરફ ના જોઉં,
હું છું એક ગ્રામ્ય કન્યા.
ગ્રામ્ય કન્યા
આકાશ તરફ આંખ ઉઠાવીને ના જુએ
અમારા કારણે એક પણ તારો ખરવો ના જોઈએ.

હું ના ચાલું સવારમાં
ઝાકળભીના ચરાણ ઉપરથી
અમારા કારણે ઝાકળનું એક ટીપુંય ના ખરવું જોઈએ.
અમે ગ્રામ્ય કન્યાઓ છીએ.
એક પણ સવારનું પુષ્પ
ખરીને અમારા પગ ઉપર ના પડે.
માટે જ તો
જ્યારે કોઈ પૂર્ણ ખીલેલા પુષ્પને સૂંઘીએ,
અમે ખડખડાટ ના હસીએ.

અમે હૃદયમાં જ હસીએ-
અમારી માના વાળને ચૂલાના કોલસા વડે રંગતાં
સોનેરી ડાંગરને અને માટીને જ્યારે અમે સૂંઘીએ.
અમે ગ્રામ્ય કન્યાઓ છીએ.

ગામ્ભિની દેવી સોરોખૈબમ
 અનુ. યોગેશ વૈદ્ય

Translated by Robin S. Ngangom

Tamed Elephant and Child

Saratchand Thiyam

A fully tamed elephant
Chained with a thick jute rope
Is made to pull the placid chariot you are sitting in;
Sticking out only your head from inside the chariot
You look around, searching for the things you fancy.

Not knowing, you’re a demon
Group of small children
Have started flocking
Around the wheels of your chariot,
To collect mud sticking on the wheels and mark their foreheads
With it;
You’re jubilant
Thinking of winning the children over
You feed them leftovers
The children scoff at them as if they were
The munchies their mothers head bought.
Your fully tamed elephant being an animal
May head for the thick forests
Leaving you behind, one day
Realizing this, you have chained it with a rope around its neck
Your tamed elephant
With its long trunk blows a mild breath
Into the ears of a child;
Showing his forefinger, the child only nods his head
You keep staring in amazement
At their actions
Thinking it to be a dance movement


વશમાં કરેલ હાથી અને બાળક

જાડા દોરડાથી બાંધીને
પૂરી રીતે વશમાં કરેલ એક હાથી
તમે જે લોઠકા રથમાં બેઠા છો તેને ખેંચવા જોતર્યો છે
તમે તમારું ફક્ત માથું જ રથમાંથી બહાર કાઢી અહીં-તહીં, ચકર-વકર જોઈ રહ્યા છો.

તમે ભારે શક્તિશાળી માણસ છો- એ વાતથી અજાણ
એવાં નાના બાળકોની ટોળકી
પૈડાંને ચોટેલો ગારો ઉખેડવા
અને તેનાથી તેમનાં કપાળે ટીલાં કરવા
તમારા રથ ફરતે ઊમટી પડી છે
તમે ખુશીથી ઊછળી પડો છો.
વિચારો છો કે તમે તો આ બાળકોના મન જીતી લીધાં !
તમારું ખાતાં વધેલું તેમને આપો છો.
બાળકો અકરાંતિયાની જેમ તેના પર તૂટી પડે છે
જાણે તે તેમની માએ લાવી આપેલ બિસ્કિટ હોય.
તમારો પૂરી રીતે વશમાં કરેલો આ હાથી
એક પ્રાણી હોઈને
કોઈક દિવસ તમને છોડીને ચાલ્યો જઈ શકે છે
ઘોર જંગલોમાં- એવું સમજાતા
તમે એક જાડું દોરડું તેની ડોકમાં બાંધી રાખ્યું છે.
તમારો પાળેલો હાથી
તેની લાંબી સૂંઢમાથી
એક બાળકનાં કાનમાં એક હળવી ફૂંક મારે છે
બાળક પોતાની તર્જની ઉઠાવીને
ફક્ત પોતાનું માથું હલાવે છે
તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ
પ્હોળી આંખે તેમનો આ ખેલ જોઈ રહો છો.
તમને એમ લાગે છે
કે આ કોઈ નૃત્ય થઈ રહ્યું છે.

 શરતચંદ થિયામ
 અનુ. યોગેશ વૈદ્ય

courtesy : Nisyandan- An E-Magazine of Gujarati Poetry

Translated by Tayenjam Bijoykumar Singh

A spider has come to stay

Tayenjam Bijoykumar Singh

A spider has come to stay
In the core of my heart,
A dark corner,
Where light cannot penetrate.

It starts weaving cobwebs
Stretching from one corner to another
Tickling my heart
With every single movement
Of its hairy legs.

And I a sympathetic man
Never drive it away.
Such a tiny creature,
What harm can it cause?
Biting my lips
Contorting my face
I bear the irritation.

It has trapped my vulnerable heart
In its silken webs in no time.
Every morning I wake up in agony.
I shudder at the very thought,
When will the spider nestling deep inside my heart
Suck my life leaving only the skeleton behind?

I curse the day
I played host to the spider
And gave it shelter.

My days have gone longer,
My agonies have gone stronger.
My nights have become an endless nightmare.

Every night I toss and turn on my bed,
Every day I cry in anguish.

Love, affection, sympathy, pain or hatred
My heart enveloped in a cocoon can’t feel.
And I have stopped smiling completely, now.


એક કરોળિયો વસવાટ કરવા આવ્યો છે

એક કરોળિયો વસવાટ કરવા આવ્યો છે
મારા હૃદયના ગર્ભમાં,
એક અંધારા ખૂણામાં,
જ્યાં પ્રકાશ પહોંચી શકે એમ નથી.

એક ખૂણાથી બીજા ખૂણા સુધી તાણીને
એ જાળું ગૂંથવા લાગ્યો છે,
એના રુંવાટીદાર પગોની પ્રત્યેક હિલચાલથી
મારા હૃદયમાં ગલીપચી કરતો.

અને સહાનુભૂતિવાળો માણસ હું
એને હાંકી કાઢતો નથી.
આવડું નાનું જીવડું,
એ શું હાનિ કરવાનું?
હોઠ કરડતો
ચહેરો મરડતો
હું બળતરા વેઠી લઉં છું.

એણે મારા સહેલાઈથી ઘવાતા હૃદયને
પળવારમાં એની રેશમી જાળમાં ફસાવી લીધું છે.
રોજ સવારે હું વેદનામાં ઊઠું છું.
મને તો એ વિચાર આવતાં જ ધ્રુજારી થાય છે
કે મારા હૃદયના ગર્ભમાં ઘર કરી ગયેલો આ કરોળિયો
ક્યારે મારું જીવન શોષી લેશે અને ક્યારે રહી જશે માત્ર હાડપિંજર?

તે દિવસને સંભારીને હું ગાળ દઉં છું
જ્યારે મેં યજમાન થઈને
એને આશરો આપ્યો હતો.

મારા દિવસો લાંબા થઈ ગયા છે,
મારાં કષ્ટો તાતાં થઈ ગયાં છે.
મારી રાત્રિઓ અંતહીન દુ:સ્વપ્ન બની ગઈ છે.

રોજ રાતે હું પથારીમાં આમથી તેમ પડખાં ફેરવતો રહું છું,
રોજ દિવસે હું વેદનામાં ચીસતો રહું છું.

પ્રેમ, મમતા, સહાનુભૂતિ, દર્દ કે ધિક્કાર
મારા કોશેટામાં વીંટાયેલા હૃદયને કંઈ સ્પર્શી શકતું નથી.
અને હવે હસવાનું પણ મેં સાવ બંધ કરી દીધું છે.

તયેન્જમ બિજોયકુમાર સિંહ
અનુ. વિરાફ કાપડિયા
(કવિના અંગ્રેજી અનુવાદના આધારે)

From Nisyandan : an E-Magazine

Translated by the poet into English from Gujarati

I want to be killed by an Indian Bullet

Thangjam Ibopishak

I heard the news long ago that they were looking for me; in the morning in the afternoon at night. My children told me; my wife told me.

One morning they entered my drawing room, the five of them. Fire, water, air, earth, sky - are the names of these five. They can create men; also destroy men at whim. They do whatever they fancy. The very avatar of might.

I ask them: “When will you kill me?”
The leader replied: “Now. We’ll kill you right now. Today is very auspicious. Say your prayers. Have you bathed? Have you had your meal?”
“Why will you kill me? What is my crime? What evil deed have I done?” I asked them again.
“Are you a poet who pens gobbledygook and drivel? Or do you consider yourself a seer with oracular powers? Or are you a madman?” asked the leader.
“I know that I’m not one of the first two beings. I cannot tell you about the last one. How can I myself tell whether I’m deranged or not?”

The leader said: “You can be whatever you would like to be. We are not concerned about this or that. We will kill you now. Our mission is to kill men.”
I ask: “In what manner will you kill me? Will you cut me with a knife? Will you shoot me? Will you club me to death?”

“We will shoot you.”
“With which gun will you shoot me then? Made in India, or made in another country?”

“Foreign made. All of them made in Germany, made in Russia, or made in China. We don’t use guns made in India. Let alone good guns, India cannot even make plastic flowers. When asked to make plastic flowers India can only produce toothbrushes.”

I said: “That’s a good thing. Of what use are plastic flowers without any fragrance?”
The leader said: “No one keeps toothbrushes in vases to do up a room. In life a little embellishment has its part.”

“Whatever it may be, if you must shoot me please shoot me with a gun made in India. I don’t want to die from a foreign bullet. You see, I love India very much.”
“That can never be. Your wish cannot be granted. Don’t ever mention Bharat to us.”

Saying this they left without killing me; as if they didn’t do anything at all. Being fastidious about death I escaped with my life.


હું ભારતીય ગોળીથી વીંધાવા માંગું છું

મને ક્યારનાય સમાચાર મળ્યા છે કે તેઓ મને શોધે છે; સવારે, બપોરે, અને રાત્રે.
મારાં બાળકોએ મને કહ્યું; મારી પત્નીએ મને કહ્યું.
એક વહેલી સવારે તે પાંચેય મારા બેઠકખંડમાં પ્રવેશ્યાં: અગ્નિ, જલ, વાયુ, પૃથ્વી અને આકાશ.
આ નામ છે એમનાં.
તેઓ માણસને સર્જી પણ શકે છે અને મન થાય તો મારી પણ નાખે.
તેઓ શક્તિના અવતાર છે, મનચાહ્યું કરતાં રહે છે
હું પૂછું છું, ‘મને ક્યારે મારી નાખવાનાં છો ?’
તેમના આગેવાને જવાબ આપ્યો: ‘ હમણાં જ, અમે અબ્બીહાલ જ મારી નાખીશું.
આજની ઘડી ખૂબ શુભ છે. ભગવાનને યાદ કરી લે. તેં નાહી લીધું છે ને ? આજે જમ્યો ?’
‘તમે મને કેમ મારી નાખવા માગો છો ? મારો ગુનો શું છે? મેં શું પાપ કર્યાં છે?’ મેં ફરી પ્રશ્ન કર્યો
‘તું કચરાપટ્ટી અને રોદણાં લખનારો કવિ છે ? તારી જાતને દૃષ્ટા માને છે, અદ્.ભુત શક્તિઓ છે તારી પાસે ?
કે પાગલ છે તું ? આગેવાને પ્રશ્ન કર્યો
‘હું જાણું છું કે પહેલા બેમાંથી તો એકેય નથી. પણ છેલ્લી બાબતે કશું કહી શકું એમ નથી.
હું મારી જાતે જ કઈ રીતે કહી શકું કે મારું ખસી ગયું છે !’
આગેવાન બોલ્યો: ‘ તારે જે બનવું છે એ બન. અમને એનાથી કોઈ મતલબ નથી. અમે હમણાં જ તને મારી નાખીશું. અમારું ધ્યેય છે માણસને મારી નાખવાનું.’
મેં પૂછયું: ‘તમે મને કઈ રીતે મારી નાખશો? ચપ્પાથી મારશો ? કે પછી ગોળીએ દેશો ? કે પછી છૂંદી નાખશો ?’
‘અમે તને ગોળીએ દેશું.’
‘તમે કઈ પિસ્તોલની ગોળીથી મને ઠાર કરશો? ભારતીય કે પરદેશી ?’
‘પરદેશી- જર્મની, રશિયા કે ચીનમાં બનેલી. અમે ભારતમાં બનેલી પિસ્તોલ નથી રાખતા. સારી પિસ્તોલની વાત જવા દો, ભારતને તો પ્લાસ્ટિકનાં ફૂલો બનાવતાં પણ નથી આવડતું. જ્યારે એમને પ્લાસ્ટિકનાં ફૂલો બનાવવાનું કહેવામાં આવે ત્યારે ટૂથબ્રશ ધરી દે છે.’
મેં કહ્યું ‘ તો એ તો સારી વસ્તુ થઈને ? સુગંધ વિનાનાં પ્લાસ્ટિકનાં ફૂલો શાં કામનાં ?’
આગેવાન બોલ્યો: ‘કોઈ પોતાના બેઠકખંડને સુશોભિત કરવા ફૂલદાનીને ટૂથબ્રશથી તો ના સજાવે ને ?
સજાવટ પણ જિંદગીનો એક ભાગ છે.’
‘એ જે હોય તે, તમે મને ગોળીએ જ દેવાના હો તો એ પિસ્તોલ ભારતીય બનાવટની જ હોવી જોઈએ. હું પરદેશી ગોળીએથી વીંધાવા માગતો નથી. તમે જાણો છો કે હું ભારતને કેટલું ચાહું છું ! ’
‘આ કદાપિ શક્ય નથી. એ ઇચ્છા પૂરી થઈ શકે એમ નથી. ભારતનું તો નામ પણ લેતા નહીં અમારી આગળ.’
આટલું કહીને તેઓ મને માર્યા વગર જ જતા રહ્યા, જાણે કે તેમણે કશું કર્યું જ નથી.
કઈ રીતે મરવું એની મારી ચીકણાશમાં મને એમણે જીવતો જવા દીધો.

 થાઙજમ ઈબોપિશાક સિંહ
 અનુ. મનીષા દવે
(રૉબીન એસ. ન્ગાઙગમના અંગ્રેજી અનુવાદના આધારે)

Translated by Robin S. Ngangom

Derived From a Puppy

Yumlembam Ibomcha

Every night, after the children sleep
I discuss matters with their mother.
Yesterday, I happened to broach the issue:
‘How could we live as whelps
among these dogs, foxes and monkeys?
I will turn into a strong and big tiger.’

With a jubilant and loving look
she smiled at me;
fetching her children’s colour pens
she removed all my clothes, laughing.
Then drew upon my chest
belly, face, eyes
varied shades and stripes
all over my body.
Removing her gingham wrap
she also planted a tail on me.
‘Tomorrow when we get up
spring out as a big tiger,’
she said in a tender voice,
kissing a lobe of my ear
and then covered me with her petticoat
which had no underwear beneath.

Sleeping under those lukewarm sheets
I practiced austerities
like an ascetic throughout the night.

As I got up
I parted the clothes from my face.
O what joy, my wish has been granted:
I found my goddess before me.
With a hint of a smile she said:
‘Growl and let out a roar, darling,
go and catch deer and elk
just like your peers.’
With a proud swagger before a woman,
growling until my veins stood out
I roared with all my might,
jumping headlong out of bed.

What’s this!
What’s happening?
From my throat only emitted
a ‘miaow, miaow’ like a cat.
My lady
glared at me with contempt.
Uttering ‘Go away, I don’t like you at all’
she chased me out with a broom.

That is why I’ve come running
to hide among you, my friends.

(From Nisyandan : An E-Magazine of Poetry)

ગલૂડિયું

રોજ રાત્રે બાળકો સૂઈ જાય એ પછી
હું એમની મા સાથે વાતો કરું છું.
‘આપણે આ કૂતરાં, શિયાળ અને વાંદરાઓ સાથે બચોળિયાં બનીને કઈ રીતે રહી શકીએ ?
મારે તો કદાવર મોટા વાઘમાં તબદિલ થવું છે.’
ઉત્સાહપૂર્વક, પ્રેમાળ નજરે મારી સામે જોતાં એ હસી, છોકરાંઓની રંગીન પેનો બહાર કાઢી,
હસતાં હસતાં એણે મારાં બધાં કપડાં કાઢી નાંખ્યાં,
પછી મારી છાતી, પેટ, ચહેરો, આંખો—
એમ આખા શરીર પર જાત જાતનાં રંગીન પટાઓ અને આકારો ચીતર્યા.
એનું સૂતરાઉ ઓઢણું કાઢી એણે એક પૂંછડી પણ બનાવી
અને હળવેથી કહ્યું, ‘કાલે સવારે ઊઠીએ ત્યારે મોટા વાઘની જેમ છલાંગ મારજે.’
મારી કાનની બૂટ પર ચૂમી ભરી, જેની નીચે કશું વસ્ત્ર નહોતું એવા એના ચણિયાની નીચે મને ઢાંકી દીધો.
કોઈ યોગીની જેમ આખી રાત તપ કરતો હું એ હુંફાળાં ઓછાડ નીચે સૂઈ રહ્યો.
સવારે જાગીને મેં એ કપડું મારા ચહેરા પરથી હટાવ્યું.
હાશ! મારી ઇચ્છા પૂરી થઈ.
મેં મારી દેવીને મારી સામે ઊભેલી જોઈ.
આછું સ્મિત કરીને તે બોલી,
‘પ્રિય, ઘુરકાટ અને ગર્જના કર,
ને તારા સાથીદારોની જેમ જ હરણાં-સાબર પકડ.’
મારી નસો તણાઈ ત્યાં સુધી, પૂરી તાકાત લગાવી, સ્ત્રી આગળ છાતી કાઢીને ડગલાં ભરતાં
મેં ગર્જના કરી
અને પથારીમાંથી છલાંગ મારી.
પણ આ શું ?
શું થયું ?
મારા ગળામાંથી ફકત બિલાડીની જેમ
મિયાંઉ મિયાંઉ અવાજ નીકળ્યો.
મારી દેવીએ વેધક નજરે તિરસ્કારથી
મારી સામે જોયું
‘જતો રહે અહીંથી, તું મને જરાય ગમતો નથી !’
એમ કહેતાં એણે સાવરણાથી મને બહાર ખદેડી મૂકયો.
દોસ્તો, એટલાં માટે હું તમારી વચ્ચે સંતાવા માટે ભાગતો આવ્યો છું.

 યૂમ્લેમ્બમ ઈબોમચા સિંહ
  અનુ. મનીષા દવે
(રૉબિન એસ. ન્ગાઙગમના અંગ્રેજી અનુવાદના આધારે)

Translated by Robin S. Ngangom
Story of a Dream

Story of a Dream

Yumlembam Ibomcha

Who else will dream
Such a dream?

I was having a dream, a very pleasant one,
It began almost like a nightmare.
It was our home, quite dark inside;
On the floor, their entrails spilling,
Bodies of children lie about
Like rats run over by vehicles.
I tread cautiously, taking long steps.
But walking on running blood
My soles are sticky anyway.

Very carefully, with great effort,
I emerged, opening the door,
There lay before me a long road unrolled.
In the distance, hazy and blurred,
Some people were strolling too.
Gun barrels stick out in neat rows
From both the left and right side of the road.
Muzzles of guns –
Even in the nooks and shaded spots
Of fields and meadows.
One gun barrel near my cheek,
Another muzzle beside my lips.

Someone yelled – ‘Fire’
O they’ve opened fire, I’ve been shot.
A bullet struck my cheek.
What’s this!
Is being shot by a gun as silky as the caress
Of a young woman’s hand!
How happy I am being shot,
This bullet shooting into my mouth
Is also a mellow grape.
I shout – if grapes are bullets
Shoot me again and again.

‘Fire’
Like June’s deluge
They were shooting relentlessly.
There piled up before me – grapes, almonds, raisins.
It’s hilarious!
It’s hilarious – the sound of gunfire,
It’s the soothing strain of the flute, the sitar, the violin.
It’s more hilarious than I can tell –
Flowers of lovely colours
Blossomed from the barrels of the guns.
A soft wind began to blow gently,
Sunlight of virgin gold streamed over hills and valleys,
Parties of young women
Their hair redolent with the scent of herbs and
Faces blooming with joy began to walk
Gracefully before happy young men.
The elderly too walk all spruced up
As if on their way to a wedding.
Women on their way to the marketplace,
Women returning, greet each other cheerfully,
And laugh in unison.

This is all a dream.
I’m dreaming, I know, while I’m still asleep.
Even so, I don’t want to wake up just yet.

Who else would dream such a dream?

સ્વપ્નની વારતા

આવું સપનું બીજું તો કોણ જોશે?
શરૂઆતમાં ઓથાર જેવું પણ મઝાનું.
અમારા અંધારિયા ઘરમાં
ફરસ પર
બાળકોના મૃતદેહો પડયા છે.
આંતરડા બધા બહાર,
જાણે સડક પર છૂંદાઈ ગયેલા ઉંદર.
સાવચેતીથી લાંબા ડગ ભરું છું
છતાં દદડેલાં લોહીથી મારાં તળિયાં ચીકણા થયા છે.
બહુ જ સાવધાનીથી, ભારે પ્રયાસથી
દરવાજો ખોલીને હું બહાર નીકળું છું.
મારી સામે પથરાયો છે ખોલી દીધેલો લાંબો રસ્તો.
ઝાંખાં, ધૂંધળાં, આઘે લોકો પણ ચાલે છે
બંદૂકનાં નાળચાં રસ્તાની બેઉ બાજુએ હારબંધ ડોકિયાં કરે છે.
ખેતરના, ચરિયાણના ખૂણેખાંચરે પણ
બંદૂકનાં મોઢિયાં.
એક નાળચું મારા ગાલ પર
બીજું હોઠ નજીક
કોઈ ચિલ્લાય છે: ‘ફાયર!’
આહ! એમણે ગોળીબાર ચાલુ કરી દીધો છે,
મને ગોળી લાગી છે.
મારા ગાલ પર એક અથડાઈ.
આ શું?
કોઈ યુવતીનો હાથ ફરતો હોય એવી સુંવાળપ.
કેટલું સારું લાગે છે, ગોળીએ વીંધાવું?
મારા મોંમાં ઘૂસી ગયેલી ગોળી પણ નરમ દ્રાક્ષ જેવી લાગે છે.
હું બૂમ પાડું છું—દ્રાક્ષ જ ગોળીઓ હોય તો
મને વારંવાર ગોળીએ દો.
‘ફાયર!’જૂનના સૈલાબ જેવું
એમનું સતત ગોળીઓ છોડતાં રહેવું.
મારી સામે ટેકરા થયા છે—દ્રાક્ષ, બદામ, કિશમિશ.
મઝા આવે છે.
બંદૂકના ધડાકા મઝાના છે.
વાંસળી, સિતાર, વાયોલિનના શાતા પમાડતા સૂરો છે.
એની મઝા વર્ણવવા મારી પાસે શબ્દો નથી.
બંદૂકના નાળચામાંથી ફૂલોની ઝડી—અનેક રંગો.
હળવો પવન વહેવા માંડ્યો છે.
કુંવારા સોના જેવો તડકો ખીણડૂંગરમાં વહી નીકળ્યો છે.
વનસ્પતિની ગંધથી સભર વાળ,
આનન્દથી છલકાતાં ચહેરા—
યુવતીઓના ઝૂંડ
ચાલવા માંડયાં છે ખુશખુશાલ યુવાનોની પહેલાં.
વડીલો પણ
જાણે લગ્નમાં જતાં હોય એમ
મહાલવા નીકળ્યા છે.
હટાણે જતી સ્ત્રીઓ પરસ્પર અભિવાદન કરે છે.
અને હસે છે એક સાથે.
આ કેવળ સ્વપ્ન છે.
હું જાણું છું કે હું ઊંઘમાં છું.
છતાં મારે હજી ઊઠવું નથી.
આવું સ્વપ્ન બીજું તો કોણ જોશે?

યુમ્લેમ્બામ ઇબોમ્ચા
અનુ. મનીષા દવે

From Nisyandan (An E-Magazine of Gujarati Poetry)

Translated by Robin S. Ngangom
Derived From a Puppy

Disclaimer